kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

hemang dholakia - thai jashe title كلمات الأغنية

Loading...

થઇ જશે રે એ …
થઇ જશે રે એ …

ક્યાંક જો કોઈ ઈશ્વર હશે,
એને મારી ફિકર તો થશે.
ક્યાંક તો હશે નવમી દિશા,
જ્યાં મારી ડગર લઇ જશે.

આંખો તો રાતો ની રાતો જાગ્યા કરે,
સપના છે કે થપ્પો દઈને ભાગ્યા કરે.
આંખો તો રાતો ની રાતો જાગ્યા કરે,
સપના છે કે થપ્પો દઈને ભાગ્યા કરે.
કદી આંસુંના તોરણ થશે,
કોઈ સારા શુકન થઇ જશે.

થઇ જશે રે એ …
થઇ જશે રે એ …

સુગંધો અજાણી વહે,
અધૂરી કહાણી કહે.
ભલે રાત કાણી હશે,
સવારો ઉજાણી જશે.
કોઈ ભલે કાયમ નથી,
હા ગમ નથી પડછાયો તો છે સાથમાં.

આંખો તો રાતો ની રાતો જાગ્યા કરે,
સપના છે કે થપ્પો દઈને ભાગ્યા કરે.
આંખો તો રાતો ની રાતો જાગ્યા કરે,
સપના છે કે થપ્પો દઈને ભાગ્યા કરે.
કદી આંસુંના તોરણ થશે,
કોઈ સારા શુકન થઇ જશે.

થઇ જશે રે એ …
થઇ જશે રે એ …

બધી બાજુ છલના હવે રે એ,
અહીં થી જવું ક્યાં હવે રે એ.
બધી બાજુ છલના હવે રે એ,
અહીં થી જવું ક્યાં હવે રે એ.

પુકાર કોણ સાંભળે એ,
પળઘાઓ પાછા પડે.
એક તારા તૂટી ગયા,
સબંધો છૂટી ગયા.

ખખડી રહ્યું ખાલી પણું,
ડંખી રહ્યું માણસ પણું.
નાવડી કિનારે જઈ ડૂબસે એ…

શું ઈશ્વર ફરી રુઠશે એ,
મારા સપનાનું ઘર તૂટશે એ…

થઈ જશે રે એ…
થઇ જશે રે એ…

كلمات أغنية عشوائية

كلمات الأغاني الشهيرة

Loading...