kalimah.top
a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z 0 1 2 3 4 5 6 7 8 9 #

aditya gadhvi feat. siddharth amit bhavsar & yashika sikka - luv ni love storys كلمات الأغنية

Loading...

કળજુગ નો કન્હૈયો વળી દિલ જીતનારો
હઉ ને વાલો લાગે પરાણે એ પ્રેમ નો પર્યાય
એના મન માં શું હાલે ભાઈ કોઈ નવ જાણે

પણ એ તો જાણે બધા ના દલડાં ની વાત
અને ધાર્યું એના મન નું એ કરતો કરાવતો
ને સામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય
પ્રેમ માં પડવું એના માટે એક રમત છે
ભલે પછી દિલ ના કટકા થઇ જાય
નટખટ નખરાળો જાણે નંદજી નો લાલો
હઉને પ્રાણ થીએ પ્યારો એ તો લાગે બોઉ વાલો

જીવન જીવાડે વળી સૌવને નચાડે
જાણે દુનિયા ના રંગો એની નજરે બતાવે
બોલે મીઠું મધ જેવું બધાને ફસાવે
પાછો એના સુર તાલે આખા જગ ને રમાડે
અને હસતો હસાવતો ને ગીત ગવડાવતો
રાજી રાખે દુનિયા ને મુખ મલકાવતો
દિલ નો એ બાજીગર જોને કેવો જાદુગર
દિલો ને મિલાવે ગમે તેમ એવો કારીગર
રંગ રંગીલો જાણે થોડો છે હઠીલો
મારો કાનુડો કોડીલો સદા રહેતો મોજીલો

મુરલીધર મનમોહન સુરત
ક્રિશ્ન કનૈયો મારે આંગણે આવ્યો

જનન જનન જન જાંજર બાજે
સકલ જગત માં આનંદ છાયો

મોર મુકુટ પર બંસી સોહે
હરખાતો મલકાતો આવ્યો રે

ઓ…

ગુણ ગાઉં હું કેમ કરી તારા
જોયા કરું મૌન ભરી

ધન્ય થઈ આ
આ ઘડી મારી
હૈયે વસ્યો તું મોરારી

બોલ્યા વિના હું કહું છું ઘણું
સમજે નહિ તે શું હું કરું
તારી સાથે પળ જે વિતાવું
મન માં પણ એ જીવ્યા કરું

લવ ની લવ સ્ટોરીસ.
લવ ની લવ સ્ટોરીસ.
લવ ની લવ સ્ટોરીસ.
લવ ની લવ સ્ટોરીસ.

كلمات أغنية عشوائية

كلمات الأغاني الشهيرة

Loading...